WhatsApp ગ્રૂપમાં જોડાવો!
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ અહીં ક્લિક કરો

પાલક માતા-પિતા યોજના 2025: દર મહિને ₹3,000 અને દીકરીને લગ્ન સમયે ₹2 લાખ સહાય

ગુજરાત સરકાર દ્વારા અનાથ અને અર્ધઅનાથ બાળકોના હિત માટે શરૂ કરાયેલ પાલક માતા-પિતા યોજના 2025 એક માનવતાપૂર્ણ અને સહાયકારક યોજના છે. આ યોજનાનો હેતુ એ છે કે, એવા બાળકો જેમના માતા-પિતા હયાત નથી અથવા પિતાનું અવસાન થયા બાદ માતાએ પુનઃલગ્ન કરેલો હોય, તેવા બાળકોની સાર-સંભાળ લેતા નજીકના સગા અથવા સબંધીઓને આર્થિક સહાય મળી રહે.

પાલક માતા-પિતા યોજના 2025

આ યોજનાના અંતર્ગત સરકાર દર મહિને ₹3,000/-ની સહાય પાલકના બેંક ખાતામાં સીધી DBT (Direct Benefit Transfer) મારફતે જમા કરે છે. આ સહાય બાળકના શિક્ષણ, આરોગ્ય અને રોજિંદા ખર્ચ માટે ઉપયોગી બને છે. પાલક માતા-પિતા યોજના 2025 અથવા મુખ્ય મંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી દિકરીના લગ્ન સમયે કુલ ₹2,00,000/-ની લાખ સહાય, જે દીકરીના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ આધારરૂપ બને છે.

આ પણ વાંચો : દીકરીના ભવિષ્ય માટે શ્રેષ્ઠ બચત યોજના

રાજ્ય કક્ષાએથી નિયામક,સમાજ સુરક્ષા ખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર અને જિલ્લા કક્ષાએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી/ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી મારફત કરવામાં આવે છે. તેમજ આ યોજનાની સહાય મેળવવાની ઓન લાઇન અરજી(https://esamajkalyan.gujarat.gov.in) ના પોર્ટલ પર તેમજ તે અંગેની વધુ માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી/ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે

લાયકાત અને પાત્રતા

આ યોજનાનો લાભ ૦ થી ૧૮ વર્ષની ઉમરના એવા બાળકોને મળે છે જેમના માતા-પિતા હયાત નથી, અથવા પિતાનું અવસાન થયા બાદ માતાએ પુનઃલગ્ન કર્યો હોય. બાળક ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જરૂરી છે અને તે આંગણવાડી અથવા શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ.

આ પણ વાંચો : મકાન બનાવવા મળશે 1,20,000ની સહાય

જરૂરી દસ્તાવેજો

અરજી કરતી વખતે નીચેના દસ્તાવેજોની જરૂર પડે છે:

  • બાળકનું જન્મ પ્રમાણપત્ર / શાળાનું પ્રમાણપત્ર
  • માતા-પિતાના મૃત્યુના દાખલા
  • માતાના પુનઃલગ્નનો પુરાવો (સોગંદનામું / લગ્ન નોંધણી)
  • આવકનો દાખલો (ગ્રામીણ ₹27,000, શહેરી ₹36,000 સુધી)
  • પાલક અને બાળકનું સંયુક્ત બેંક ખાતું
  • બાળકના આધાર કાર્ડની નકલ
  • પાલક માતાપિતાના રેશન કાર્ડ અને આધારકાર્ડની નકલ
  • બાળક હાલમાં અભ્યાસ કરતુ હોય તો તેના પ્રમાણપત્રની નકલ

આ પણ વાંચો : Hyundai Venue Facelift 2025: નવી ડિઝાઇન અને અદ્યતન ફીચર્સ સાથે ટૂંક સમયમાં લોન્ચ થશે

અરજી પ્રક્રિયા ઓનલાઈન અરજી

  • e-SamajKalyan Portal પર જાઓ.
  • Palak Mata Pita Yojana પસંદ કરીને વિગતો ભરો.
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને અરજી સબમિટ કરો.

નિષ્કર્ષ

પાલક માતા-પિતા યોજના 2025 એ એવા બાળકો માટે આશીર્વાદરૂપ છે જેમના જીવનમાં માતા-પિતાનો સહારો નથી રહ્યો. આ યોજના દ્વારા પાલકોને દર મહિને સહાય મળવાથી બાળકોના ભવિષ્યને સુરક્ષા મળે છે. જો તમે અથવા તમારા આસપાસ કોઈ આ યોજનાનો લાભ લઈ શકે તેવા બાળકને ઓળખો છો, તો તેને આ યોજના વિશે જરૂર જણાવો અને મદદ કરો.

4 thoughts on “પાલક માતા-પિતા યોજના 2025: દર મહિને ₹3,000 અને દીકરીને લગ્ન સમયે ₹2 લાખ સહાય”

  1. બાળકની માતા ના છૂટાછેડા થઇ ગયા હોઈ અને બીજા લગ્ન ન કરેલ હોઈ to આ લાભ મળી શકે??????????

    Reply

Leave a Comment