જુનાગઢમાં દર વર્ષે યોજાતી ગિરનાર લીલી પરિક્રમા (Girnar Lili Parikrama 2025) આ વર્ષે રદ કરવામાં આવી છે. આ નિર્ણય જુનાગઢ જિલ્લાના પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો છે કારણ કે છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા અણધાર્યા વરસાદે પરિક્રમા માર્ગને ભારે નુકસાન પહોંચાડ્યું છે.
ગિરનાર પરિક્રમા 2025 રદ (Girnar Lili Parikrama 2025)
ગિરનાર લીલી પરિક્રમા અન્વયે મહત્વપૂર્ણ સૂચના : કમોસમી વરસાદને કારણે ગિરનાર લીલી પરિક્રમા 2025 ભાવિકો માટે મોફૂક રાખવામાં આવી છે. મહંતશ્રીઓ, સાંસદશ્રી, ધારાસભ્યશ્રી, અન્નક્ષેત્ર પ્રતિનિધિઓ અને અધિકારીશ્રીઓ દ્વારા રૂટનું નિરીક્ષણ કર્યા બાદ સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો. પરિક્રમા માર્ગ પર કાદવ, કીચડ અને રસ્તાનું ધોવાણ થતા સુરક્ષાજોગ ખતરો, સીડી વિસ્તારમાં સેવાળ સર્જાતા લપસી જવાની/અકસ્માત સર્જાવાની શક્યતા. રાજય સરકાર અને જિલ્લા વહીવટીતંત્રની લોકોની સલામતી પ્રાથમિકતા.
સાધુ સંતો દ્વારા પરંપરા જળવાઈ રહે તે માટે માત્ર પ્રતિકાત્મક પરિક્રમા યોજાશે. આ પ્રતિકાત્મક પરિક્રમા દરમ્યાન SDRF ટીમ,હેલ્થ ટીમ, પોલીસ ટીમ અને વનવિભાગની ટીમ સાથે રહેશે.
આ વર્ષે ગીરનાર પરિક્રમા 2 નવેમ્બરથી 5 નવેમ્બર 2025 દરમિયાન યોજાવાની હતી. હજારો ભક્તો ભવનાથ મંદિરથી શરૂ કરીને ગીરનાર પર્વતની લગભગ 36 કિલોમીટર લાંબી પરિક્રમા કરવા તૈયારીઓ કરી રહ્યા હતા. પરંતુ માર્ગમાં પડેલા વરસાદના પાણી અને ધસારા જેવા ખતરાને કારણે સમગ્ર કાર્યક્રમ સુરક્ષાને ધ્યાનમાં રાખીને રદ કરવાનો નિર્ણય લેવાયો છે.
રદ થવાનું કારણ — અતિવૃષ્ટિથી માર્ગ ખતરનાક
નાગઢમાં છેલ્લા દિવસોમાં અતિ ભારે વરસાદ પડ્યો છે જેના કારણે ગીરનાર પરિક્રમાનો માર્ગ અનેક જગ્યાએ ધસાઈ ગયો છે. પથ્થર ખસવાની ઘટનાઓ નોંધાઈ છે, ગીરનારના પર્વતીય માર્ગો પર ચીકણાશ અને માટી ધસાવાની સ્થિતિ સર્જાઈ છે, કેટલાક ભાગોમાં નદીના પાણીના પ્રવાહને કારણે યાત્રાળુઓ માટે જોખમ ઊભો થયો છે. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રણાવાસિયાએ જણાવ્યું છે કે હાલની પરિસ્થિતિમાં ભક્તોની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા છે અને આ માટે પરિક્રમા રદ કરવી ફરજિયાત બની હતી.
પ્રશાસનની સત્તાવાર જાહેરાત
જુનાગઢ જિલ્લા પ્રશાસન, પોલીસ વિભાગ અને વન વિભાગની સંયુક્ત બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. સ્થાનિક સ્તરે માત્ર પ્રતીકાત્મક ધાર્મિક વિધિ યોજાશે, પરંતુ મોટી સંખ્યામાં ભક્તોની હાજરી સાથેની પરિક્રમા મંજૂર નહીં હોય. પરિક્રમા દરમિયાન લગાવવામાં આવતાં ધર્મશિબિરો, દુકાનો અને આરામગૃહો માટે પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ તૈયારી અટકાવી દે.
ભક્તો માટે ખાસ સૂચના
જેઓ પહેલેથી જ યાત્રાની તૈયારી કરી ચૂક્યા છે, તેમણે Girnar Lili Parikrama 2025 જવાની યોજના સ્થગિત રાખવી જોઈએ. હવામાન સામાન્ય બને બાદ વૈકલ્પિક ધાર્મિક કાર્યક્રમો અંગે માહિતી જાહેર થઈ શકે છે. ભક્તોએ અફવાઓ પર વિશ્વાસ ન કરીને સત્તાવાર જાહેરાતોનું પાલન કરવું જોઈએ.
ધાર્મિક મહત્વ
ગીરનાર પરિક્રમા ધાર્મિક ભક્તો માટે પવિત્ર યાત્રા માનવામાં આવે છે. આ યાત્રા દરમ્યાન ભક્તો ગીરનાર પર્વતની પરિક્રમા કરતા હોય છે અને ભવનાથ મહાદેવના દર્શન સાથે યાત્રાનો અંત આવે છે. પરિક્રમા રદ થતાં અનેક ભક્તોમાં નિરાશા જોવા મળી છે, પરંતુ સૌએ સુરક્ષાને પ્રથમ સ્થાન આપવાની અપીલ પણ કરી છે.
નોંધ : અહીં આપેલ Girnar Lili Parikrama 2025 માહિતી સત્તાવાર જાહેર સ્ત્રોતો અને સમાચાર અહેવાલોના આધારે તૈયાર કરવામાં આવી છે. તમામને વિનંતી છે કે પ્રશાસન દ્વારા આપવામાં આવતી માહિતીનો j વિશ્વાસ કરવો અને તેજ માહિતી જોતા રહેવી.
નિષ્કર્ષ
ગીરનાર પરિક્રમા 2025 રદ થવાનો નિર્ણય હવામાનની અસામાન્ય પરિસ્થિતિને કારણે લેવાયો છે. પ્રશાસન અને ધાર્મિક સંસ્થાઓએ સ્પષ્ટ કર્યું છે કે ભક્તોની સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ છે. ભક્તોએ શાંતિપૂર્વક આ નિર્ણયનો સ્વીકાર કરીને ભાવના સાથે ઘરે જ માતા પિતાની પ્રદક્ષિણા કરવી જોઈએ અને ભગવાનની આરાધના કરવી એ જ યોગ્ય રહેશે
FAQs – Girnar Lili Parikrama 2025
પ્રશ્ન 1. આ વર્ષે Girnar Lili Parikrama 2025 યોજાશે કે નહીં?
જવાબ. નહીં, જુનાગઢ જિલ્લા પ્રશાસન દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે ગીરનાર લીલી પરિક્રમા 2025 રદ કરવામાં આવી છે.
પ્રશ્ન 2. Girnar Lili Parikrama 2025 રદ થવાનું મુખ્ય કારણ શું છે?
જવાબ. છેલ્લા દિવસોમાં જુનાગઢ અને આસપાસના વિસ્તારોમાં પડેલા અણધાર્યા વરસાદના કારણે પરિક્રમા માર્ગ ધસાઈ ગયો છે અને પથ્થર ખસવાની ઘટનાઓ નોંધાઈ છે, જેના કારણે ભક્તોની સુરક્ષા જોખમમાં આવી ગઈ છે.
પ્રશ્ન 3. શું કોઈ પ્રતીકાત્મક ધાર્મિક વિધિ યોજાશે?
જવાબ. સાધુ સંતો દ્વારા પરંપરા જળવાઈ રહે તે માટે માત્ર પ્રતિકાત્મક પરિક્રમા યોજાશે.
પ્રશ્ન 4. આ માહિતી ક્યાંથી પુષ્ટિ કરવામાં આવી છે?
જવાબ. જુનાગઢ કલેકટર સાહેબશ્રીના ઓફિશિયલ X એકાઉન્ટ પરથી
