My Ration (Gujarat) : ગુજરાતમાં નવેમ્બર 2025થી અંત્યોદય અને NFSA લાભાર્થીઓ માટે ઘઉં, ચોખા, દાળ, ખાંડ અને મીઠાનું વિતરણ શરૂ. 75 લાખ કુટુંબોને મળશે લાભ.
My Ration (Gujarat)
રાજ્ય સરકારે જણાવ્યું છે કે અંત્યોદય અને NFSA (National Food Security Act) યોજનાના લાભાર્થીઓને આવશ્યક ચીજ વસ્તુઓના લાભથી વંચિત ન રહે તે માટે 1 નવેમ્બરથી જ સમગ્ર ગુજરાત રાજ્યમાં નવેમ્બર માસનું રેશન વિતરણ શરૂ થયું છે.
75 લાખથી વધુ કુટુંબોને મળશે લાભ
રાજ્ય સરકારના આગોતરા આયોજન મુજબ નવેમ્બર 2025 માસ માટે કુલ 75 લાખથી વધુ કુટુંબોને અને આશરે 3 કરોડ 25 લાખ જેટલી જનસંખ્યાને આવશ્યક ચીજવસ્તુઓ ફાળવવામાં આવી છે. આ લાભાર્થીઓને ઘઉં અને ચોખાનું વિનામૂલ્યે વિતરણ મળશે, જ્યારે અન્ય ચીજવસ્તુઓ રાહત દરે આપવામાં આવશે.
આવશ્યક ચીજવસ્તુઓની પૂરતી ઉપલબ્ધતા
રાજ્ય સરકારે તુવેરદાળ, ચણા, ખાંડ અને મીઠા જેવી આવશ્યક ચીજવસ્તુઓનું પૂરતું ચલણ જનરેટ કર્યું છે. નાણાંકીય ભરપાઈ પણ પૂર્ણ થઈ ચૂકી છે જેથી કોઈપણ લાભાર્થીને તકલીફ ન પડે. બાકી રહેલા વાજબી ભાવના દુકાનદારો દ્વારા પણ ચલણ પ્રક્રિયા પ્રગતિશીલ છે.
પારદર્શક વિતરણ માટે મોનીટરીંગ વ્યવસ્થા
રાજ્યના ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા વિતરણ કાર્યમાં પારદર્શકતા જળવાય તે માટે જિલ્લા અને તાલુકા સ્તરે સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. કોઈપણ લાભાર્થી વંચિત ન રહે તે માટે સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
લાભાર્થીઓ માટે અગત્યની માહિતી
લાભાર્થીઓએ પોતાનો રેશનકાર્ડ સાથે લઈને નજીકની વાજબી ભાવની દુકાનેથી નવેમ્બર-2025 માસનું વિતરણ મેળવવું જરૂરી છે. સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે અંત્યોદય અને NFSA બંને શ્રેણીના લાભાર્થીઓને તેમનો હક્કનો લાભ અવશ્ય મળશે.
રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય
રાજ્ય સરકારે જણાવ્યું છે કે “દરેક લાભાર્થી સુધી અનાજ અને આવશ્યક ચીજવસ્તુઓનો લાભ પહોંચે” એ જ મુખ્ય ધ્યેય છે. આ યોજનાથી લાખો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને રાહત મળશે અને ખોરાક સુરક્ષા સુનિશ્ચિત થશે.
My Ration Mobile App
કોઈ પણ લાભાર્થી પોતાના મોબાઈલમા “માય રેશન એપ્લીકેશન”ની તેમણે મળવાપાત્ર જથ્થો ચેક કરી શકશે. આ માટે જેને એપ્લીકેશનમાં જઈને “મળવાપાત્ર જથ્થો” ઓપ્શન હશે તેમાં જવાનું રહેશે. ત્યાર બાદ લાભાર્થી પોતાનો રેશનકાર્ડ નંબર નાખવાનો રહેશે અને મહિનો વર્ષ સિલેક્ટ કરી કેપ્ચા કોડ નાખ્યા બાદ સર્ચ બટન પર ક્લિક કરી મળવાપાત્ર જથ્થો ચેક કરી શકશે.
તમને કેટલું અનાજ મળવાપાત્ર છે?
આ એપ્લીકેશનની મદદથી રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 (N.F.S.A.) અંતર્ગત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના આવતા તમામ લાભાર્થીઓને વિનામૂલ્યે અને રાહત દરે અનાજ વિતરણ કરવામાં આવે છે. આ યોજનાનો લાભ ગુજરાતના અંદાજીત 71 લાખથી વધુ રેશનકાર્ડ ધારકો લાભ લઇ રહ્યા છે.
“My Ration” મોબાઈલ એપ્લિકેશન
દરેક લાભાર્થીને “My Ration” મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા ખાસ વિનંતી છે. આ એપ્લીકેશનથી આપને મળવાપાત્ર અનાજના જથ્થાની વિગતો, વિતરણ ભાવ, મેળવેલ જથ્થો, ઓનલાઈન રિસિપ્ટની વિગતો મેળવી શકશો. કોઈ પણ લાભાર્થી પોતાને મળવાપાત્ર અનાજના જથ્થાની વિગતો www.ipds.gujarat.gov.in પોર્ટલ પરથી “તમને “મળવાપાત્ર જથ્થા” પર ક્લિક કરીને, રેશનકાર્ડ નંબર દાખલ કરીને જાણી શકો છો. હવે, આ એપ્લીકેશનની મદદથી આપનો મોબાઈલ નંબર રેશનકાર્ડ સાથે સીડ કરાવી શકો છો.
બિલ રસીદ ડાઉનલોડ કરો
લાભાર્થી આ એપ્લીકેશનની મદદથી તેમને મળવાપાત્ર જથ્થો ચેક થઇ શકશે અને ત્યાર બાદ જે જથ્થો મળે છે તેની બિલ રસીદ પણ ડાઉનલોડ કરી શકશે આ માટે લાભાર્થીએ “બિલ રસીદ” ઓપ્શન પ્રર જવાનું રહેશે અને ત્યાર બાદ રેશનકાર્ડ નંબર નાખવાનો અને કેપ્ચા કોડ લખ્યા બાદ સર્ચ કરવાનું રહેશે. આ સાથે જ તમારા મોબાઈલથી સ્ક્રીન પર એક બિલ રસીદ (સ્લીપ) દેખાશે જેમાં તમને મળવાપાત્ર જથ્થાની તમામ વિગતો આપવામાં આવેલ હશે.
નિષ્કર્ષ
ગુજરાત રાજ્યમાં અંત્યોદય અને NFSA યોજનાના લાભાર્થીઓને નવેમ્બર 2025 માસના રેશન વિતરણથી મોટી રાહત મળશે. સરકાર દ્વારા અનાજ તથા અન્ય આવશ્યક ચીજોની પૂરતી વ્યવસ્થા કરી છે જેથી કોઈ પણ પરિવાર ખોરાક વિના ન રહે — આ ખરેખર “ખોરાક સુરક્ષા”ના હેતુને સાકાર કરે છે.
FAQs – My Ration (Gujarat)
પ્રશ્ન 1. વિતરણ ક્યારે શરૂ થયું?
જવાબ. 1 નવેમ્બર 2025થી સમગ્ર ગુજરાત રાજ્યમાં વિતરણ શરૂ થયું છે.
પ્રશ્ન 2. કોને લાભ મળશે?
જવાબ. અંત્યોદય અને NFSA યોજનાના તમામ રજીસ્ટર્ડ લાભાર્થી કુટુંબોને.
પ્રશ્ન 3. કઈ ચીજવસ્તુઓ મળશે?
જવાબ. ઘઉં, ચોખા, તુવેરદાળ, ચણા, ખાંડ અને મીઠું જેવી આવશ્યક ચીજો મળશે.
પ્રશ્ન 4. રેશન ક્યાંથી મેળવવું?
જવાબ. નજીકની વાજબી ભાવની દુકાન પરથી રેશન મેળવવું રહેશે.
પ્રશ્ન 5. શું આ યોજના દર મહિને ચાલુ રહે છે?
જવાબ. હા, NFSA અંતર્ગત દર મહિને વિતરણ થાય છે, પરંતુ ખાસ તહેવારો કે પરિસ્થિતિઓમાં આગોતરા વિતરણ પણ થાય છે.
